Jeevan Mantra

જો તમે ધન ની કમી ના કારણે છો પરેશાન તો સુતા પહેલા કરો આ કામ અચૂક વાંચો

આ દુનિયા માં સુખ અને દુખ બન્ને આવ્યા જ કરે છે સુખ અને દુખ નો મનુષ્ય સાથે એવો નાતો છે કે હર કોઈ મનુષ્ય ને સુખ પછી દુખ અને દુખ પછી સુખ આવ્યા જ કરે છે.આ દુનિયા માં એવા પણ અમીર લોકો છે કે જેને કોઈ પણ પ્રકારે ખાવાનું મળી રહે છે તેઓ ની સુખ સુવિધામાં કોઈ કમી નથી રહેતી અને એવા પણ છે કે જેનેએક વખત ની રોટલી પણ નસીબ નથી થતી.દુનિયામાં અત્યારે બધું ધન ઉપરજ ચાલે છે જો તમારી પાસે ધન નથી તો તમારી સાથે કોઈ સબંધ રાખતું નથી.ધન કમાવવા માટે જ્યોતિષ શાસ્ત્ર માં પણ ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે.જ્યોતિષ શાસ્ત્ર માં હર કોઈ કામ કરવા માટે નો એક નિર્ધારિત સમય આપવામાં આવ્યો છે.સૂર્યોદય થી લઇ ને સુર્યાસ્ત સુધી ના બધા જકામ જો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ના કરવામાં આવે તો ઘર માં સુખ અને સમૃદ્ધિ લાવતા કોઈ રોકી શકતું નથી.

શાસ્ત્રો માં રાત્રી ના સમય દરમિયાન અમુક એવા કાર્યો વિષે પણ જણાવવા માં આવ્યું છે કે તે કરવાથી તમારા ઘર માં સુખ અને ધન ની વર્ષા થઈ શકે છે.દરિદ્રતા અને નકારાત્મકતા નો નાશ થાય છે અને તમે આ કામ ને તમારા દરરોજ ના કામો સાથે પણ કરી શકો છો.તો ચાલો આ લેખ ના માધ્યમ થી જાણીએ કે સુખ અને ધન ની પ્રાપ્તિ માટે શું ઉત્તમ છે?

ચાલો જાણીએ કે રાતે ક્યાં ક્યાં કામ કરવા જોઈએ?

રાત ના સમયે તમારા પૂજા ઘર અથવા દેવ સ્થાને દીવો કરવાથી ઘર માં માતા લક્ષ્મી નો વાસ થાય છે અને ધન ની વૃદ્ધિ થાય છે.સાથે સાથે ધનની દેવી માતા લક્ષ્મી ની કૃપા સતત વરસતી રહે છે.

જો તમારા ઘર માં પ્રેમની કમી રહેતી હોય અથવા ઘર માં તણાવ રહેતો હોય તો રાત ના સમયે ઘરના બેડરૂમ માં કપુર સળગાવવું એ ખુબ ફાયદાકારક રહે છે.આમ કરવાથી ઘરમાંની નકારાત્મક ઉર્જા નો નાશ થાય છે.

ધન પ્રાપ્તિ માટેના અન્ય ઉપાય..

જો તમે તમારા ઘર ના વડીલો માતા પિતા ના સુઈ ગયા પછી સુઓ છો તો તમારા ઘર નું વાતાવરણ સારું રહે છે.એટલા માટે વડીલો સુઈ જાય પછી જ સુવાનું રાખવું.

તમે તમારા ઘર માં રાત ના સમયે દક્ષિણ અથવા પશ્ચિમ ના ખૂણા માં દીપક અથવા બલ્બ સળગાવો તેના કારને તમારા પિતૃ પ્રસન્ન થાય છે.

દરરોજ રાતે ઘી નો દીવો કરી ને માતા લક્ષ્મી ના નામ નો પાઠ કરી અને માતા ને ફૂલ ચઢાવવા થી માતા તમારા પર ખુબજ ખુશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.