સૂર્ય ને જળ અર્પિત કરતા સમયે ના કરો આ ભૂલ નહિ તો સૂર્યદેવ થઇ જશે નારાજ

રવિવાર નો દિવસ સૂર્ય દેવતા ને સમર્પિત છે અને આ દિવસે સૂર્યદેવ ની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. હિંદુ ધર્મ શાસ્ત્રો માં પણ આ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યદેવતા ની પૂજા કરવાથી વ્યક્તિ ને સમાજ માં માન સમ્માન ની પ્રાપ્તિ થાય છે, જો તમે સુર્યદેવ ના મંત્રો નો જાપ કરો છો તો તેનાથી તમારી કુંડળી માં જો સૂર્ય થી સંબંધિત કોઈ પ્રકારનો દોષ છે તો તે દુર થાય છે, પરંતુ એવા બહુ જ ઓછા લોકો હશે જેમને આ વાત ની ખબર હશે કે સુર્યદેવતા ની પૂજા કરતા સમયે તેમને જળ ચઢાવવામાં વે છે એ જળ અર્પિત કરતા સમયે કેટલીક ભૂલો જાણે અજાણે એવી થઇ જાય છે જેના કારણે સૂર્યદેવતા તમારા થી રુષ્ટ થઇ જાય છે.

હિંદુ ધર્મ શાસ્ત્રો માં એવી કેટલીક ભૂલો ના વિષે જણાવ્યું છે જે સૂર્યદેવતા ને જળ અર્પિત કરતા સમયે વ્યક્તિ એ ભૂલથી પણ ના કરવું જોઈએ, જો તમે આ ભૂલ કરો છો તો તેના કારણે તમને ઉચિત ફળ ની પ્રાપ્તિ નહિ થાય, છેવટે આ ભૂલો કઈ છે? આજે અમે તમને આ વિષય માં જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ સૂર્ય ને જળ અર્પિત કરતા સમયે કઈ ના કરવી જોઈએ ભૂલો

જો તમે સૂર્યદેવતા ને જળ અર્પિત કરી રહ્યા છો તો તે સમય ના દરમિયાન તમારે આ વાત નું વિશેષ ધ્યાન આપવું પડશે કે જે જળ તમે સૂર્યદેવતા ને ચઢાવી રહ્યા છો તો તેના છાંટા તમારા પગ માં ના પડવા જોઈએ, જો જળ ના છાંટા તમારા પગ પર પડે છે તો તેનાથી તમને પોતાની પૂજા નું ફળ મળતું નથી.

જો તમે સૂર્યદેવતા ને જળ અર્પિત કરી રહ્યા છો તો તેમની પૂજા ના દરમીયાન તમે લાલ ફૂલ, લાલ ચંદન, ચોખા અર્પિત કરી શકો છો અને ગોળ અથવા પછી ગોળ થી બનેલ મીઠાઈ નો પણ ભોગ લગાવી શકો છો.

તમે સૂર્યદેવતા ને જળ અર્પિત કરવા માટે જે પાત્ર લઇ રહ્યા છો તો તે તાંબા નું હોવું જોઈએ અને જળ આપતા સમયે તમે બન્ને હાથો થી તાંબા ના પાત્ર ને પકડીને જળ અર્પીત કરો.

તમે સૂર્યદેવતા ને જળ રવિવાર ના દિવસે સ્નાન કર્યા પછી ધ્યાન કરીને અર્પિત કરો, જો તમે એવું કરો છો તો તમારી કુંડળી માં હાજર બધા પ્રકારના દોષ દુર થાય છે, જો તમે સૂર્ય ને જળ બ્રહ્મ મુહુર્ત માં અર્પિત કરશો તો તેનાથી તમને ઉત્તમ ફળ ની પ્રાપ્તિ થશે પરંતુ ભૂલથી પણ સ્નાન કર્યા વગર જળ ના ચઢાવો.

હંમેશા પૂર્વ દિશા ની તરફ પોતાનું મોં કરીને સૂર્યદેવ ને જળ અર્પિત કરો જો તમને આ દિશા માં સૂર્ય દેખાઈ નથી આવી રહ્યો તો પણ આ દિશા માં જળ ચઢાવો, તેના સિવાય સૂર્ય ને જળ આપતા સમયે તમારે આ ધ્યાન રાખવું પડશે કે સૂર્ય ની કિરણો ની ધારા તમને નજર આવવી જોઈએ.

સૂર્યદેવ ને જળ અર્પિત કરતા સમયે તમારે આ ધ્યાન રાખવું પડશે કે તમે હંમેશા માથા ના ઉપર થી જ જળ અર્પિત કરો, માન્યતા મુજબ એવું કરવાથી સૂર્ય ની કિરણો વ્યક્તિ ના શરીર પર પડે છે, જેનાથી સૂર્યદેવ તમારા થી પ્રસન્ન થાય છે અને નવગ્રહ પણ મજબુત થાય છે.

ઉપરોક્ત સૂર્યદેવતા ને જળ અર્પિત કરતા સમયે કઈ કઈ વાતો નું વિશેષ ધ્યાન રાખવાનું જરૂરી છે, તેના વિષે જાણકારી આપવામાં આવી છે, જો તમે આ વાતો નું ધ્યાન રાખીને સૂર્ય ને જળ અર્પિત કરો છો તો તેનાથી તમને પોતાની પૂજા નું શુભ ફળ મળશે અને સૂર્યદેવતા પણ તમારા થી પ્રસન્ન થશે, જેનાથી ઘણા પ્રકારની સમસ્યાઓ દુર થઇ શકે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ ગુજ્જુ ધમાલ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!