લાવો માટી થી બનેલી વસ્તુઓ ને પોતાના ઘરે, જીવન માં નહિ થાય ક્યારેય ધન ની અછત, વાંચો

આજ ના સમય માં પૈસા નું શું મુલ્ય છે, કોઈ ને કંઈ કહેવાની જરૂર નથી. આજ ના સમય માં લોકો ની ભલાઈ તેમના ધન-દોલત થી માપવામાં આવે છે. એવામાં કઈ વ્યક્તિ નિર્ધન રહેવા માંગે છે. બધા લોકો ની ચાહત હોય છે કે તેમની પાસે અઢળક પૈસા હોય. તે માટે તે પૂરી મહેનત થી મહેનત પણ કરતા હોય છે. પરંતુ બધા લોકો ની મહેનત રંગ નથી લાવતી. કેટલાક લોકો ની પાસે ઘણી ધન-દોલત હોય છે. જયારે કેટલાક લોકો પુરા જીવન માં તે માટે તરસતા હોય છે.

ધર્મગ્રંથો માં મળે છે માટીની મહિમા નો ગુણગાન:

માટી માણસ માટે બહુ ઉપયોગી છે, માણસ નો જન્મ તે માટી થી થયો છે અને એક દિવસ આ માટી માં તેને મળી જવાનું છે. માટી પ્રકૃતિ એ આપેલ સૌથી ખાસ ભેટ છે. વાસ્તુશાસ્ત્ર ના અનુસાર તેના પ્રયોગ થી વ્યક્તિ ને સુખ-સમૃદ્ધી ની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધર્મ ગ્રંથો અને જ્યોતિષશાસ્ત્ર માં પણ માટી ની મહિમા નો ગુણગાન મળે છે. એવું માનવામાં આવે છે કે જો ઘર માં માટી ના વાસણ રાખવામાં આવે તો બુધ અને ચંદ્રમા શુભ પ્રભાવ આપે છે. આજે અમે તમને કેટલાક એવા માટી ના ઉપાય બતાવવા જઈ રહ્યા છે. જેનાથી તમારા ઘર માં ક્યારેય પણ ધન ની અછત નહિ થાય.

કરો માટી ના વાસણોનો આ ઉપાય:

આ વાત સાચી છે કે જે લોકો માટી ના ઘડા થી દરરોજ પાણી પીવે છે, તે સ્વસ્થ રહે છે. તેની સાથે જ ઘર માં સકારાત્મક ઉર્જા નો પ્રવાહ બની રહે છે.

ઘર ના મંદિર માં માટી થી બનેલા દેવી-દેવતાઓ ની પ્રતિમા રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે માટી ની પ્રતિમા રાખવાથી ના ધાર્યા સંકટો થી મુક્તિ મળે છે અને ધન નો ભંડાર હંમેશા ભરી રહે છે.

ઘર ની નકારાત્મકતા ને દુર કરવા માટે ઘર ના દક્ષિણી-પૂર્વ દિશા માં માટી થી બનેલા કોઈ પક્ષી રાખો.

દરરોજ ઘર માં ગાય ના ઘી માં માટી થી બનાવલો દીપક પ્રગટાવવો. તેનાથી દેવી-દેવતાઓ ની કૃપાદ્રષ્ટિ તમારા ઉપર હંમેશા બની રહે છે.

જો તમારા વૈવાહિક જીવન માં સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે તો ઘર માં તુલસી નો છોડ લગાવો. દરરોજ તુલસી ના છોડ ની પાસે માટી નો દીવો પ્રગટાવવો.

જો કોઈ પણ તહેવાર આવે છે તો તે સમયે ઘર માં માટી થી બનાવેલો દીવો પ્રગટાવવો જોઈએ. તે અત્યંત શુભ માનવામાં આવે છે.

માટી થી બનેલા કુલડી માં ચા અથવા લસ્સી પીવાથી મંગલ ગ્રહ નો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!