સુંદરતા માં નીતા અંબાણી થી ચડિયાતી છે મુકેશ અંબાણી ની સાળી જોઈને ઉડી જશે હોશ !

આપણે બધા જાણીએ છીએ કે અંબાણી પરિવાર એશિયાના ધનિક પરિવાર માનો એક છે. મોટેભાગે તે અને તેના પરિવારના સભ્યો શાહી જીવનની ચર્ચા માં રહ્યા છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની એક કપ ચા લાખો રૂપિયાની છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારે રોયલ લાઇફ જીવી છે.પરંતુ, આજે આપણે અંબાણી પરિવારના એક સભ્ય સાથે તમને પરિચિત કરવા જઈ રહ્યા છીએ, કે જેનાથી તમે હજી અજાણ છો. અમે વાત કરવા જઈ રહ્યા છીએ આકાશ અંબાણી ના માસી અને નીતા અંબાણી ની બહેન મમતા દલાલ ની,તો આપણે જાણીએ કે નીતા અંબાણીની નાની બહેન મમતા દલાલ કોણ છે અને તે શું કરે છે?

નીતા અંબાણી ની નાની બહેન મમતા દલાલ શુ કરે છે?

નીતા અંબાણીની નાની બહેન મમતા દલાલનું જીવન અંબાણી પરિવારના બાકીના સભ્યોથી અલગ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણીની સાળી મમતા દલાલ એ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ની શિક્ષક છે. હા, કદાચ તમે પણ આ જાણી ને આશ્ચર્ય પામશો. પરંતુ આ સત્ય છે જ્યારે નીતા અંબાણી પોતાની રોયલ લાઇફ સ્ટાઇલ સાથે હંમેશાં હેડલાઇન્સમાં રહે છે, ત્યારે તેની બહેન મમતા દલાલ ખૂબ સરળ જીવન જીવવા નું શીખ્યા છે. નીતા અંબાણીની નાની બહેન, મમતા દલાલ, પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહે છે.

તમને જાણી ને આશ્ચર્ય થશે કે તે એક શિક્ષક છે.તે શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, રવિના ટંડન અને કરિશ્મા કપૂર જેવા એક્ટરો ના બાળકો ને ભણાવે છે.મુકેશ અંબાણી અને તેમના પરિવારની વાતો વિશે લોકો જાણતા હોય છે પરંતુ, નીતા અંબાણીના પરિવારના સભ્ય મમતા દલાલ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

બૉલીવુડ સ્ટાર ના બાળકો ને ટ્યુશન કરાવે છે મમતા દલાલ..

બોલિવુડના અભિનેતાઓના બાળકો માટે નીતા નાની બહેન મમતા દલાલ શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, રવિના ટંડન અને કરિશ્મા કપૂરના બાળકો ને ટ્યુશન શીખવે છે. આ વિશે પૂછવામાં આવતા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “મેં શાહરુખ ખાનથી સચિન તેંડુલકરના બાળકોને શીખવ્યું છે. પરંતુ, તેઓમાં મને સ્ટાર ના બાળકો કરતા મારા વિદ્યાર્થીઓ વધારે દેખાય છે.”

તમને એ પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણી ના પુત્ર આકાશ અંબાણી ના લગ્ન હીરા ના કારોબારી રસેલ મહેતા ની પુત્રી શ્લોકા સાથે થવાના છે.શ્લોકા મહેતા અંબાણી પરિવાર ની વહુ બનવા જઇ રહી છે.હાલ માં જ તેઓ ની સગાઈ પણ થઈ છે. શ્લોકા મહેતા એ રસેલ મહેતા ની નાની દીકરી છે અને કનેકટફોર સંસ્થા ની સહ સંસ્થાપક છે.આકાશ અને શ્લોકા એ ધીરુભાઈ અંબાણી સ્કૂલ માં એક સાથે અભ્યાસ પણ કર્યો હતો.તેઓ નાનપણ થીજ એકબીજા ને ઓળખે છે.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!