શું તમે દેવા થી છો પરેશાન ? તો મંગળવારે કરો હનુમાનજી ના આ 4 મોટા ઉપાય

હનુમાનજી ને સંકટમોચન કહેવામાં આવે છે. તે જિંદગી માં થઇ રહેલ બધી પરેશાનીઓ ને દુર કરી દે છે. હનુમાનજી ની પૂજા મંગળવારે કરવી બહુ જ અસરદાર માનવામાં આવે છે. હનુમાનજી ને શ્રીરામ નો સૌથી મોટો ભક્ત માનવામાં આવે છે. કળયુગ માં પણ હનુમાનજી પોતાના ભક્તો ની વચ્ચે રહે છે અને જયારે પણ તેમના ભક્ત તેમને યાદ કરે છે તે તેમની સમસ્યા દુર કરે છે. એવું કહેવામાં આવે છે કે બીજું કોઈ દેવી દેવતા તમારા કષ્ટ ને દુર કરવામાં સમય લગાવી શકે છે, પરંતુ હનુમાનજી આ કામ તરત કરી દે છે. હનુમાનજી ભૂત પ્રેત અને બધી સમસ્યાઓ ને દુર કરે છે. જો તમને દેવા ની સમસ્યા છે તો હનુમાનજી ની પૂજા થી આ સમસ્યા થી પણ તમને છુટકારો મળી જશે.

હનુમાન ચાલીસા

મંગળવાર ના દિવસે હનુમાનજી ની પૂજા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જો તમે કોઈ થી દેવું લીધું છે તો મંગળવાર નો દિવસ દેવું ઉતારવા માટે સૌથી સારું હશે. જો કોઈ થી દેવું લીધું હોયતો મંગળવાર ના દિવસે જ ઉતારો. તેના માટે મંગળવારે હનુમાન ચાલીસા નો પાઠ કરો. તેના પછી હનુમાન મંદિર માં નારિયેળ રાખો. તેનાથી તમને દેવું ચુકવવા માટે ફાયદો મળશે અને પછી કોઈ થી દેવું નહિ લેવું પડે. સાથે જ આ વાત નું ધ્યાન રાખો કે બુધવાર અને રવિવાર ના દિવસે કોઈ ને ઉધાર ના આપો.

દાન

જો તમને હંમેશા દેવા ની ચિંતા સતાવતી રહે છે અને પૂરી રીતે ચૂકવી શકતા નથી તો મંગળવાર ના દિવસે દાન કરો. મંગળવાર ના દિવસે તાંબુ, સોનું, કેસર, કસ્તુરી, ઘઉં, લાલ ચંદન, લાલ ગુલાબ, સિંદુર, મધ, લાલ ફૂલ, મૃગછા, મસુર ની દાળ, લાલ કનેર, લાલ મિર્ચ, લાલ પત્થર, લાલ મૂંગા. તેમાંથી કેટલાક પણ પોતાના સામર્થ્ય થી કોઈ પણ મંદિર માં અથવા કોઈ ગરીબ ને દાન આપો. તેનાથી તમારી બહુ બધી સમસ્યાઓ દુર થશે અને સાથે જ દેવા થી પણ તમને મુક્તિ મળશે.

લોટ નો દીપક પ્રગટાવો

ઓછા થી ઓછા 11 મંગળવાર સુધી આ ઉપાય તમારે કરવો પડશે. તેના માટે લોટ મઢીને તેને દીપક નું રૂપ આપો. તેના પછી તેને બઢ ના પાંદડા પર રાખીને સળગાવો. એવા પાંચ પાંદડાઓ પર પાંચ દીપક રાખો અને તેને લઇ જઈને હનુમાનજી ના મંદિર માં રાખી દો. એવું સતત 11 મંગળવાર સુધી કરવાથી તમારી સમસ્યા દુર થશે અને દેવા થી છુટકારો મળશે. આ વાત નું ધ્યાન રાખો કે હનુમાનજી ની કોઈ પણ પૂજા માં કોઈ પ્રકારની ભૂલ ના હોય.

સરસો ના તેલ નો દીપક

શુક્લપક્ષ ના કોઈ પણ મંગળવારે આ ઉપાય કરી શકો છો. તેના માટે હનુમાનજી ના મંદિર માં બે દીપક પ્રગટાવો અને હનુમાન ચાલીસા નો પાઠ કરો. બધાના પહેલા દેસી ઘી નો દીપક પ્રગટાવો. તેના પછી બીજું 9 બત્તી નો એક મોટો દીપક પ્રગટાવો. આ વાત નું ધ્યાન રાખો કે તેમાં સરસો નું તેલ હોય અને બે લવિંગ નાંખેલ હોય. દીપક એવી જગ્યા એ સળગાવો જ્યાં થી બહુ હવા ના આવતી હોય એટલે કે દીવો પૂરી રાત સળગે. તેના પછી નાનો દીપક પોતાના જમણી તરફ રાખો અને મોટો દીપક હનુમાનજી ની સામે રાખો. એવું પાંચ મંગળવાર સુધી સતત કરવાથી તમને આરામ મળશે. હનુમાનજી ઈચ્છશે તો તમને ફરી ક્યારેય કોઈ થી દેવું નહિ લેવું પડે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ “ગુજ્જુ ધમાલ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!