અહીં શ્રી કૃષ્ણ એ બનાવ્યો હતો મહેલ…આજે પણ અહીં થાય છે શ્રી કૃષ્ણ ના સાક્ષાત હાજર હોવાનો અહેસાસ..

પૃથ્વી પર ભગવાન શ્રીકૃષ્ણના ઘર તરીકે જાણીતા દ્વારકા ભક્તો માટે એક મહાન તીર્થ છે. એવું કહેવામાં આવે છે કે રજત સિંહાસન પર શ્યામવર્ણી ચતુર્ભુજ ની પ્રતિમાના હાથ પર, શંખ, ચક્ર, ગદા અને કમળ શોભે છે.દંતકથા છે કે ભગવાન કૃષ્ણએ તેમના યાદવ પરિવારો સાથે મળીને મથુરાથી સ્થળાંતર કર્યા પછી 5000 વર્ષ પહેલા દ્વારકાની સ્થાપના કરી હતી.

દ્વારકા શહેર એ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના ચાર ધામોમાંનું એક છે. એટલું જ નહીં, દ્વારકા શહેર પણ પવિત્ર સપ્તપુરીઓમાંનું એક છે. તે જગ્યા જ્યાં તેનો પોતાનો મહેલ ‘હરિ ગ્રહ’ હતો તે આજે પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર છે. મંદિરનું આકર્ષણ અને મહત્વ: સમુદ્રના મોજાથી ઘેરાયેલા દ્વારકાધીશ મંદિરની અદભૂત સુંદરતા જોઈને બનાવવામાં આવ્યું છે.સમુદ્ર ના મોટા મોજાઓ મંદિર ને અદભુત સૌંદર્ય આપે છે એક આકર્ષક બાંધકામ શૈલીથી બનાવવામાં આવ્યું છે, આ મંદિરની ઉત્તર તરફ મુક્તિ દરવાજા છે અને દક્ષિણમાં સ્વર્ગ દરવાજા છે.શિખર પર લહેરાતો બહુરંગી ધ્વજ મંદિરની ભવ્યતામાં વધારો કરે છે.

મુખ્ય મંદિર ની પાસે ત્રિવિક્રમ ભગવાન અને રાજા બલી ની મૂર્તિ વિરાજમાન છે.મંદિર માં માં અંબા ની સુંદર મૂર્તિ ની સાથે દક્ષિણ માં કાળા રંગ ની મૂર્તિ સ્થાપિત છે જેને પ્રદ્યુમ્ન જી ની મૂર્તિ કહેવામાં આવે છે.મંદિર માં બનાવેલી બધીજ મૂર્તિઓ એટલી સુંદર છે કે બધા નું મન મોહી લે.જન્માષ્ટમી નો પર્વ શ્રી કૃષ્ણ ની નગરી માં ખુબજ ધૂમધામ થી ઉજવવા માં આવે છે.

અન્ય પર્યટન સ્થળ :

ભગવાન શ્રી કૃષ્ણ ની રાજધાની દ્વારિકા નગરી માં દ્વારિકાધીશ મંદિર ના અતિરિક્ત બીજા પણ ઘણા સુંદર મંદિરો આવેલા છે.જે અહીં સ્વયં શ્રી કૃષ્ણ હોવાનો અહેસાસ અપાવે છે.દ્વારિકાધીશ મંદિર ની બાજુ માં પંચતીર્થ છે જ્યાં પાંચ કુવાઓ ના જળ માં સ્નાન કરવાની પરંપરા છે.નાગેશ્વર મંદિર,રૂકમની મન્દિર,બેટ દ્વારકા,ગોમતી ઘાટ,રણછોડરાઈજી મંદિર અને નગર ની બહાર રતનેશ્વર મહાદેવ મંદિરઅને સૂર્યનારાયણ મંદિર દર્શનીય છે.

કેવી રીતે પહોંચશો – દ્વારિકાધીશ ના દર્શન માટે સાઉગી નજીક નું એરપોર્ટ પોબંદર,ગુજરાત છે.રેલ માર્ગ થી આગળ બસ ટેક્સી ની સુવિધા ઉપલબ્ધ છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ ગુજ્જુ ધમાલ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!