શિવ પરિવાર ના એ રોચક સત્યો કે જેનાથી છો તમે અજાણ..

માણો તો ભગવાન અને ન માનો તો પથ્થર.વાત અહીંયા ખાલી માનવાની છે.આપણે જે કઈ પણ માનીએ છીએ તે આપણી ઈચ્છા અનુસાર માનીએ છીએ.તે આપણા ઉપર છે કે આપણે કોની ખરાબ અસરો લઈએ છીએ અને કોની સારી અસરો આપણી અંદર ઉતારીએ છીએ.આપણે માનીએ તો શંકરજી ને મૂર્તિ માની ને તેની પૂજા કરીએ.ભગવાન શંકર જ નહીં પણ તેનો આખો પરિવાર આજના આ યુગ ને પ્રેરણા પુરી પાડે છે.સામાન્ય માણસ ઘર ચલાવવા નો હુનર જોઈ શકે છે,તો તેજ એક કંપની નો સી.ઇ.ઓ નો હોદ્દો પણ સંભાળી શકે છે.

ભગવાન શંકર ના પરિવાર માં જેટલી એકતા છે એટલી વિભિન્નતા પણ છે.એની જેમ જ કે ઘર માં અલગ અલગ સ્વભાવ ના સદસ્યો જોવા મળે છે.પરિવાર ના મુખીયા ને ભગવાન શિવ ના નામે ઓળખવામાં આવે છે.તેના શરીર અને પહેરવેશ માં કોઈપણ પ્રકાર નું આકર્ષણ નજરે આવતું નથી.અને માતા પાર્વતી તેના બન્ને પુત્રો અને શિવગણ તેઓ ને સ્વામી માને છે.એટલે કે બહાર ના રૂપ અને સૌંદર્ય થી વધારે મહત્વપૂર્ણ છે આંતરિક રૂપ.

સામાન્ય દિવસો માં ધ્યાનમગ્ન રહેતા શિવ,પરિવાર ના મુખીયા ને વધારે વિચારમગ્ન રહેવાનો સંદેશ આપે છે.તેની ધ્યાનવસ્થા માં શિવ નો આખો પરિવાર પણ પોતાના કર્મો માં લિન રહે છે.જેવી રીતે કંપની ના સી.ઇ.ઓ પોતાની કંપની માં વિકાસ વિશે વિચારે એવીજ રીતે.શિવે વિષધર સર્પ ની સાથે સમુદ્ર મંથન માંથી નીકળેલું વિષ પણ પીધું હતું.કુટિલ પરિસ્થિતિ વાળા લોકો ને તેની પાસે રાખી અને શાંત પ્રકૃતિ વાળા કેમ બનાવવાએ શીખવા મળે છે.પરિવાર ના મુખી ને પણ પરિવાર ના હિત માટે કડવી વાતો ને પોતાની અંદર સાચવવી પડે છે.

પાર્વતી જી પારંપારિક ભારતીય પત્ની ની જેમ પતિ ની સેવા માં તત્પર છે.પણ તે સ્ત્રી ના મહત્વ પણ દર્શાવે છે.શિવ ની શક્તિ એ સ્વયં છે.એના વગર શિવ અધૂરા છે અને શિવ નું અર્ધનારીશ્વર રૂપ તેના અતૂટ સબંધ નું રૂપ છે.

બુદ્ધિ ના દેવતા ગણેશ તેનાથી ઘણી બધી નાની કાયા વાળા ઉંદર ની સવારી કરે છે.આ વાત એ દર્શાવે છે કે જો તમારા માં બુદ્ધિ હોય તો તમે નબળા દેખાતા વ્યક્તિ ને પણ મોટું કાર્ય કરાવી શકો છો.આવીજ રીતે ગૃહ સ્વામી પણ પોતાના પરિવાર ના સદસ્યો ને પ્રેરક કરે એ જરૂરી છે.આનાથી તમારી કૌશલ્યતા માં વધારો થાય છે.

ભગવાન શંકર ના પરિવાર માં વિવિધ પ્રકાર ના લોકો રહે છે.તેના પરિવાર માં ભારતીય સંસ્કૃતિ ના ‘વસુધેવ કુટુંબકમ’ નો સંદેશ રહેલો છે.આમજ હર ઘર પરિવાર અને પ્રાંત શિવ ની જેમ પરિવાર સાથે સંયુક્ત રહેતા શીખવું જોઈએ.પોતાના કર્તવ્યો નું પાલન કરવું જોઈએ.

વર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલ માં આ વાત પણ પ્રાસંગિક થઈ જાય છે.ભગવાન શિવ ના પરિવાર માં એવા પશુ છે જેનામાં વિચારવાની ક્ષમતા નથી. આ સિવાય પણ તેઓ એકસાથે રહે છે.શુ આપણા મનુષ્યો માં આવી ભાવના નથી કે આપણે જાતિ,ધર્મ અને ભાષા ના ભેદભાવ ને ભૂલી અને એકતા માં સૂત્ર માં બંધાયેલા રહીએ?

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ ગુજ્જુ ધમાલ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!