વિદુર નીતિ ના અનુસાર જેમની પાસે હશે આ 6 વસ્તુઓ તેઓ હંમેશા સુખી રહે છે
વિદુર ને મહાભારત માં નીતિ ના જ્ઞાતા કહેવાય છે. વિદુર એ વિદુર નીતિ નામનો એક ગ્રંથ ની રચના કરી. વિદુર નીતિ માં તેમને છ વસ્તુઓ નું વર્ણન કર્યું છે. જેમને ભાગ્ય ની નિશાની કહેવાય.
અર્થોગમો નિત્યમરોગીતા ચ, પ્રિયા ચ ભર્યા પ્રિયવાદિની ચ।
વશ્યચ્શ્ર પુત્રોર્થકારી ચ વિદયા, ષડ જીવલોકસ્ય સુખાની રાજન।।
- જે વ્યક્તિ ની પાસે આવક ના પર્યાપ્ત સાધન હોય છે તે ખુશહાલ જીવન વિતાવે છે. ધન ના અભાવ માં વ્યક્તિ ખુશ નથી રહેતો. તેનો પરિવાર ને પણ ઘણી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. ધન સુખ ની નિશાની હોય છે.
- રોગો થી મનુષ્ય નું શરીર કમજોર પડી જાય છે. બીમાર પડવાથી વ્યક્તિ ની માનસિક અને શારીરીક શક્તિઓ નષ્ટ થઇ જાય છે. જેના કારણે તે કોઈ પણ કાર્ય બરાબર નથી કરી શકાતું. જો મનુષ્ય નીરોગી છે તો તે ભાગ્યશાળી છે.
- વાણી મા માં સરસ્વતી નો વાસ હોય છે. વિદુર નીતિ ના અનુસાર જે સ્ત્રી મીઠું બોલે છે માં સરસ્વતી તેનાથી સદેવ પ્રસન્ન રહે છે. ખરાબ અને કડવા વચન બોલવા વાળી સ્ત્રી નો સ્વભાવ પણ તેનો ભાષા ની જેમ જ ખરાબ હોય છે. સારી વાણી બોલવા વાળી પત્ની ભાગ્યશાળી હોય છે.
- જે લોકો ની સંતાન આજ્ઞાકારી હોય છે તે મનુષ્ય સૌભાગ્યશાળી હોય છે. સારું સંતાન કુળ નું નામ રોશન કરે છે. ત્યાં કુપુત્ર કુળ નો નાશ કરી દે છે. જેનું સંતાન તેની દરેક આજ્ઞા નું પાલન કરે છે તે સૌથી સુખી માણસ હોય છે.
- વિશ્વ માં જ્ઞાન જ એક એવું ધન છે જે કોઈ ચોરી નથી કરી શકાતું. માણસ ની સૌથી મોટી દોલત જ્ઞાન છે. છળ અને બળ થી મનુષ્ય નું બધું છીનવાઈ શકે છે પણ જ્ઞાન સદેવ વ્યક્તિ ની સાથે રહે છે. વિપરીત પરિસ્થિતિઓ માં જ્ઞાન જ વ્યક્તિ માટે આવક નું સાધન બની શકે છે. જેની પાસે જ્ઞાન છે તે વિશ્વ માં સૌથી ભાગ્યશાળી મનુષ્ય છે.
- એક સ્ત્રી જ ઘર ને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. સારા સ્વભાવ અને આચરણ વાળી સ્ત્રી સદેવ પ્રસન્ન રહે છે. જેનાથી ઘર માં પ્રેમ નો માહોલ બની રહે છે. જે વ્યક્તિ ની પાસે એવી પત્ની હોય છે તે ભાગ્યશાળી હોય છે.