તમે બધા એ લગ્ન પછી છોકરીઓ માં એક ફરક જરૂર થી જોયો હશે. લગ્ન પછી મોટી સંખ્યા માં છોકરીઓ જાડી થઇ જતી હોય છે. જે છોકરીઓ લગ્ન પહેલા એક્દમ પાતળી હોય છે પરંતુ લગ્ન ના થોડાક મહિનાઓ પછી જાડી થઇ જાય છે. જેનું મુખ્ય કારણ એમના શરીર ના હોર્મોન્સ માં પરિવર્તન આવે છે અને ખાવામાં માં પરિવર્તન અને સામાજિક પરિવર્તન પણ એનું મુખ્ય કારણ હોય છે. પરંતુ એક સવાલ જરૂરથી તમને આવશે કે લગ્ન પહેલા રિલેશનશીપ માં રહેવા વાડી છોકરીઓ પોતાની જાતને આટલું ફીટ કેવી રીતે રાખે છે. આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી એ બાબતો જણાવીશું. જે મોટાભાગની છોકરીઓ લગ્ન પછી એ કામ કરવાનું છોડી દે છે જેના કારણે જાડી થઇ જાય છે. ચાલો જાણીએ આ બાબતો વિશે….
પોતાના પર ધ્યાન ના આપવું
[do_widget id=shortcode-widget-9]
તમે બધા એ જોયું હશે કે જે છોકરીઓના લગ્ન નથી થયા હોતા એ પોતાની જાતનું અને રૂપ નું ખુબ ધ્યાન રાખતી હોય છે. એ એવું ઈચ્છતા હોય છે કે સમાજ માં સૌથી વધુ સુંદર લાગે પરંતુ લગ્ન પછી છોકરીઓ પોતાના પર ઓછું ધ્યાન આપે છે અથવા એવું પણ કહી શકીએ કે લગ્ન પછી પરિવાર ની જવાબદારી એટલી આવી જાય છે. જે કારણ થી એ પોતાનું ધ્યાન નથી સરખી રીતે નથી રાખી શકતી. એ કારણ થી એમના શરીર ના ફિટનેસ પર બહુ અસર પડે છે. જોકે છોકરીઓ ને પોતાનું ધ્યાન રાખવું એ દરેક ઉમર પ્રમાણે શોખ હોય.
પુરતી ઊંગ ન મળવી
લગ્ન પછી છોકરીઓ ને શરીર માં મોટાપો આવે એનું સૌથી મોટું કારણ પુરતી ઊંગ ન મળે એ હોય છે. લગ્ન પહેલા છોકરીઓ એકદમ મહારાણી ની જેમ સુતી હોય છે. પરંતુ લગ્ન પછી જવાબદારીઓ ના કારણે સવારે જલ્દી ઉઠવું અને મોડી રાત સુધી જાગતા હોય છે. જેના કારણે એમના શરીર માં મોટાપો વધે છે.
ફિટનેસ માં બેદરકારી
[do_widget id=shortcode-widget-8]
લગ્ન પહેલા છોકરીઓ પોતાને સમય આપતી હોય છે. જેમકે, બહાર ફરવું અથવા સવાર માં આંટો મારવા જવું, અથવાતો કોઈ બીજા પ્રકારના યોગા ક્લાસ ભરવા. પરંતુ લગ્ન પછી એમનું આ બધા થી સંબંધ જ તૂટી જાય છે. અને પોતાને સમય નથી આપી શકતી જેના લીધે એ જાડી થઇ જતી હોય છે.
ખાવામાં સ્વતંત્રતા
[do_widget id=shortcode-widget-7]
જયારે છોકરીઓ ના લગ્ન નથી થયા હોતા ત્યારે એ ખાવા પ્રત્યે ખુબ જ જાણકાર અને ખાવા પ્રત્યે ઘણા નખરા કરતી હોય છે. જેમકે, વધારે તળેલું ખાઈસ તો જાડી થઇ જઈશ. પરંતુ લગ્ન પછી એ પોતા ના મરજી પ્રમાણે નથી કરી શકતી. જે પરિવાર માં ખાવાનું બને એજ ખાવું પડે છે. જે કારણે મોટા ભાગ ની છોકરીઓ જાડી થઇ જાય છે.
બીજા કારણો
[do_widget id=shortcode-widget-6]
એવા બીજા કારણો પણ છે જે છોકરીઓ કરવાના બંધ કરી દે છે. જેનાથી એમનું વજન વધે છે. જેમકે ઘરવાળા ને સમય આપીને પોતાના માટે સમય નથી આપી શકતી. સંભોગ પછી ગર્ભનિરોધક દવાઓ નો ઉપયોગ કરવાથી પોતાના પ્રત્યે બેદરકારી વધતી ઉમર સાથે લગ્ન પછી ગર્ભવતી થયા પછી આ સ્વાભાવિક પરિવર્તન છે.
Story Author“ગુજ્જુ ધમાલ ”
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર