આ કહેવત ને ફિલ્મી ગીતો માં પણ સાંભળવામાં આવી છે,એટલુંજ નહીં પણ બધી જ જગ્યા એ તમે આ કહેવત કોઈના પાસેથી તો સાંભળી જ હશે.આ કહેવત ખુબજ લોકપ્રિય છે.આપણી સામાન્ય બોલિચાલી માં કોઈ ના મુખમાં થી તો આ કહેવત નિકલીજ જાય છે.પરંતુ આ કહાની ની સાચી હકીકત શુ છે એના પર આજે આપણે ચર્ચા કરીશું.
મધ્યપ્રદેશના ભોપાલથી લગભગ અઢીસો કિલોમીટર દૂર આવેલો ‘ધાર’ જિલ્લો એ રાજા ભોજ ની ધારાનગરી તરીકે ઓળખાય છે.11 મી સદી માં આ શહેર માળવાની રાજધાની રહી ચૂક્યું છે અને જે રાજા ભોજે આ નગરીનું સ્થાપન કર્યું તેની પ્રશંશા આજે નાના મોટા લોકો થી લઈ ને રાજ્યોના મહારાજાઓ પણ કરી રહ્યા છે.
[do_widget id=shortcode-widget-6]
રાજા ભોજ ના પ્રશંશકો ની દેશવિદેશ માં પણ કોઈ કમી નથી.બહુમુખી પ્રતિભા ધરાવનાર રાજા ભોજ ફક્ત શસ્ત્રોના જ નહીં પરંતુ શાસ્ત્રો ના પણ જાણકાર હતા.તેઓ એ વાસ્તુશાસ્ત્ર,વ્યાકરણ,આયુર્વેદ,યોગ,સાહિત્ય અને ધર્મ ઉપર ના ઘણા ગ્રંથો આજ સુધી ટકાવી રાખ્યા છે.
કહેવામાં આવે છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ને એ સમય માં ‘ભોજપાલ’ કહેવામાં આવતી અને પછી તેમાંથી ‘જ’ ને કાઢી નાખતા તેનું નામ ભોપાલ રાખી દેવામાં આવ્યું.વી.આઈ.પી રોડ થી ભોપાલ માં પ્રવેશ કરતા ની સાથે જ રાજા ભોજ ની ભવ્ય પ્રતિમા ના દર્શન થાય છે.
[do_widget id=shortcode-widget-8]
11 મી સદીમાં પોતાના 40 વર્ષ ના શાસનકાળ માં મહારાજ ભોજે ઘણા મંદિરો અને ઇમારતો નું નિર્માણ કર્યું હતું તેમાંની એક ભોજશાળા પણ છે.હા કહેવામાં આવે છે કે રાજા ભોજ માતા સરસ્વતીના ઉપાસક હતા અને તેણે અહીં ભોજશાળા માં માતા સરસ્વતીની મૂર્તિ પણ સ્થાપિત કરી હતી જે આજે લંડન માં ઉપસ્થિત છે.
“गंगू तेली नहीं अपितु गांगेय तैलंग”
રાજા ભોજે ભોજશાળા તો બનાવી પણ આજે પણ તે લોકો માં એક કહેવત ના રૂપ માં પ્રસિદ્ધ છે.- ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી’ પરંતુ આ કહેવત માં ગગું તેલી નહી પરંતુ “ગાંગેય તૈલગ” ની વાત થાય છે.ગંગુ એટલે ગાંગેય કલચુરી નરેશ અને તેલી એટલે ચાલુકા નરેશ તૈલય બન્ને મળીને પણ રાજા ભોજ ને ન હરાવી શક્યા હતા.
[do_widget id=shortcode-widget-9]
તે દક્ષિણ ના રાજા હતા અને તેઓ એ ધાર નગરી ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે હારી ગયા હતા એટલે ધાર ના લોકો એ તેમની મજાક ઉડાડી હતી કે,”ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી”જે કહાની આજે પણ કોઈ ની મજાક ઉડાડવા માટે લોકપ્રિય બની ચુકી છે.
ધાર શહેર માં પહાડી ઉપર તેલી ની લાટ રાખી છે.કહેવામાં આવે છે કે રાજા ભોજ ઉપર હુમલો કરવા આવેલા તેલંગાણા ના રાજા ઇન લોહે ની લાટ ને તે અહીંયા જ છોડી ગયા હતા એટલા માટે તે તેલી ની લાટ તરીકે પણ ઓળખાય છે.
“ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી” કહેવત નું આજ સાચું રહસ્ય છે.આ ઉપર થી જ ચાલુ થઈ હતી આ કહેવત.
Story Author“Gujju Dhamal”
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર