જાણો કેવી રીતે શરૂ થઇ જગન્નાથ રથ યાત્રા, શું છે તેનો ઇતિહાસ

જગન્નાથપુરી ની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા નો ઉત્સવ અષાઢ મહિના ના શુક્લ પક્ષ ની બીજ તિથિ એ મનાવવામાં આવે છે, જે આ વખત 14 જુલાઈ 2018 થી શરૂ થશે. આ રથયાત્રા ઉત્સવ માં ભગવાન જગન્નાથ ને રથ પર વિરાજમાન કરીને પુરા નગર માં ભ્રમણ કરાવવામાં આવે છે. રથ યાત્રા માં ભગવાન જગન્નાથ ના સિવાય તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રબના રથ પણ નિકાળવામાં આવે છે. રથયાત્રા જગન્નાથ મંદિર થી શરૂ થઈને ગુણ્ડીચ્ચા મંદિર સુધી પહોંચે છે. પુરી માં ભગવાન જગન્નાથ ની રથ યાત્રા નિકાળવાની આ પરંપરા ઘણી જૂની છે અને વર્ષો થી ચાલતી આવી રહી છે. આ પવિત્ર રથયાત્રા થી જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. આવો જાણીને કેવી રીતે શરૂ થઇ વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ યાત્રા અને શું છે તેનો ઇતિહાસ.

કળયુગ ના પ્રારંભિક કાળ માં માલવ દેશ પર રાજા ઈંદ્રદ્યુમ નું શાસન હતું. તે ભગવાન જગન્નાથ નો ભક્ત હતો. એક દિવસ ઈંદ્રદ્યુમ ભગવાન ના દર્શન કરવા નિલાંચલ પર્વત પર ગયો તો તેને ત્યાં દેવ પ્રતિમા ના દર્શન ના થયા. નિરાશ થઈને જયારે તે પાછો આવવા લાગ્યો ત્યારે આકાશવાણી થઇ કે જલ્દી જ ભગવાન જગન્નાથ મૂર્તિ ના સ્વરૂપ માં પુનઃ ધરતી પર આવશે. તે સાંભળીને તે ખુશ થયો.

આકાશવાણી ના કેટલાક દિવસો પછી એક વખત જયારે ઈંદ્રદ્યુમ પુરી ના સમુદ્ર તટ પર ફરી રહ્યા હતા, ત્યારે તેને સમુદ્ર માં લાકડા ના બે વિશાળ ટુકડા તરત દેખાઈ આવ્યા. ત્યારે તેને આકાશવાણી ની યાદ આવી અને વિચાર્યું કે આ લાકડાથી તે ભગવાન ની મૂર્તિ બનાવશે. પછી તે લાકડા ને મહેલ માં પોતાની સાથે ઉઠાવી લાવ્યા ત્યારે ભગવાન ની આજ્ઞા થી દેવતાઓ ના શિલ્પી વિશ્વકર્મા ત્યાં સુથાર ના રૂપ માં પ્રગટ થયા અને તેમને તે લાકડાઓ થી ભગવાન ની મૂર્તિ બનાવવા માટે રાજા ને કહ્યું. રાજા એ તરત તેની આજ્ઞા આપી.

પરંતુ મૂર્તિ બનાવ્યા પહેલા સુથાર રૂપી વિશ્વકર્મા એ એક શરત રાખી. શરત ના મુજબ તે મૂર્તિ નું નિર્માણ એકાંત માં જ કરશે અને જો નિર્માણ કાર્ય ના દરમિયાન કોઈ ત્યાં આવ્યું તો તે કામ અધૂરું છોડીને ચાલ્યા જશે. રાજા એ શરત માની લીધી. તેના પછી વિશ્વકર્મા એ ગુંણ્ડિચ્ચા નામની જગ્યા પર મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરી દીધું. થોડાક દિવસ પછી એક દિવસ રાજા ભૂલથી જે સ્થાન પર વિશ્વકર્મા મૂર્તિ બનાવી રહ્યા હતા ત્યાં પહોંચી ગયા. ત્યારે તેમને દેખીને વિશ્વકર્મા ત્યાં થી અન્તર્દ્યાન થઇ ગયા અને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ની મૂર્તિઓ અધૂરી રહી ગઈ.

ત્યારે આકાશવાણી થઇ કે ભગવાન આ રૂપ માં સ્થાપિત થવા જોઈએ. ત્યારે રાજા ઈંદ્રદ્યુમ એ વિશાળ મંદિર બનાવડાવીને ત્રણે મૂર્તિઓ ને ત્યાં સ્થાપિત કરી દીધી. સાથે તે પણ આકાશવાણી થઇ કે ભગવાન જગન્નાથ વર્ષ માં એક વખત પોતાની જન્મભૂમિ જરૂર આવશે. સ્કંદપુરાણ ના ઉત્કલ ખંડ ના મુજબ રાજા ઈંદ્રદ્યુમ એ અષાઢ શુક્લ બીજ ના દિવસે પ્રભુ ને તેમની જન્મભૂમિ જવાની વ્યવસ્થા કરી. ત્યારથી તે પરંપરા રથયાત્રા ના રૂપ માં ચાલતી આવી રહી છે. ત્યાં એક બીજી કથા પણ છે જેના મુજબ સુભદ્રા ના દ્રારિકા દર્શન ની ઈચ્છા પુરી કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામ એ અલગ-અલગ રથો માં બેસીને યાત્રા કરી હતી. સુભદ્રા ની નગર યાત્રા ની સ્મૃતિ માં જ તે રથયાત્રા પુરી માં દરેક વર્ષે થાય છે.

Story Author : Gujju Dhamal

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Team Gujju

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!