કર્ણ થી આવી રીતે બચાવવામાં આવ્યો હતો અર્જુન ને નહી તો થઇ જાત મોત – જાણો આખી હકીકત

મહાભારત ની લડાઈમાં કર્ણ અને અશ્વત્થાથામા બે મહાન યોદ્ધા હતા.અને જો તેમની સાથે છલ-કપટ ન થયું હોત તો મહાભારત નું યુદ્ધ કૌરવો ક્યારેય જીતી શક્યા ન હોત.અને કહેવાય છે કે અશ્વત્થાથામા ને યુદ્ધ ના પહેલા જ દિવસ થી સેનાપતિ બનાવી દેવા માં આવ્યા હોત તો યુદ્ધ ત્રીજા જ દિવસે સમાપ્ત થઇ જાત. પરંતુ અશ્વત્થાથામા જયારે યુદ્ધ માં હારી ગયા હતા ત્યારે તેમને સેનાપતિ બનાવવામાં આવ્યા. અને પછી તેમને તબાહી મચાવી દીધી. તેવીજ રીતે જો કર્ણ ની સાથે પણ છલ-કપટ કરવામાં આવ્યું ન હોત તો મહાભારત ના યુદ્ધ નું પરિણામ કોઈએ વિચાર્યું ન હોય તેવું આવત….

[do_widget id=shortcode-widget-4]

ભગવાન કૃષ્ણ અને અર્જુન ના પિતા દેવરાજ ઇન્દ્ર બધુજ જાણતા હતા. કે જ્યાં સુધી કર્ણ જોડે તેનું કવચ અને કુંડળ છે ત્યાં સુધી તેનો વધ કોઈ કરી શકે તેમ નથી. ત્યારે શ્રી કૃષ્ણ ની યોજના અનુસાર દેવરાજ ઇન્દ્ર બ્રાહ્મણ બની ને દાનવીર કર્ણ જોડે તેનું કવચ અને કુંડળ માંગી લીધું . તે મેળવી લીધું દેવરાજ ઇન્દ્ર આગળ જાય છે ત્યાજ ઇન્દ્ર નો રથ જમીન પર પડ્યો.

અને આકાશવાણી થઇ કે “ હે દેવરાજ ઇન્દ્ર તમે તમારા પુત્ર અર્જુન ને બચાવવા માટે ચતુરાઈ થી કર્ણ નું જીવન જોખમ માં મુક્યું છે. “ અને હવે આ તમારો રથ અહીયાજ રહેશે અને તમે પણ ત્યારે દેવરાજ ઇન્દ્રએ આકાશવાણી ને પૂછ્યું કે હવે આમાંથી બચવા માટે શું કરવું ? સામેથી પ્રત્યુત્તર મળ્યો કે તમને દાન માં મળેલી વસ્તુ ની બરાબરી જેવી કોઈ વસ્તુ તારે આપવી પડશે. ત્યારે દેવરાજ ઇન્દ્ર કર્ણ પાસે જાય છે અને દાન માં મળેલ કવચ અને કુંડળ પાછા આપવાનું કહે છે. પરંતુ કર્ણ તે લેવાનું ના પડે છે. પછી ઇન્દ્ર એ કર્ણ ને અકલ્પનીય અસ્ત્ર આપ્યું અને કહ્યું કે આ અસ્ત્ર તું જેના પર ચલાવીશ તે મૃત્યુ પામશે. પણ ધ્યાન રહે કે આ અસ્ત્ર નો ઉપયોગ તું એક વખત જ કરી શકીશ.

[do_widget id=shortcode-widget-3]

યુદ્ધ માં જયારે ઘટોત્કચ કૈરવો ને સેના ને કચડી રહ્યો હતો ત્યારે દુર્યોધન ગભરાઈ ગયો. તેમને સમજ નોહતી પડી રહી કે હવે શું કરવું . ત્યારે કૃષ્ણ એ કર્ણ ને કહ્યું કે તને દેવરાજ ઇન્દ્ર દ્વારા મળેલ અસ્ત્ર નો ઉપયોગ કેમ કરતો નથી.ત્યારે કર્ણ એ કૃષ્ણ ને કીધું કે એ અસ્ત્ર તો મેં અર્જુન માટે રહેવા દીધું છે.

તરત જવાબ આપતા શ્રી કૃષ્ણ એ કીધું કે અર્જુન પર તો તું આ બાણ ત્યારે ચલાવીશ ને કે જયારે કૌરવ ની સેના બચશે. કે દુર્યોધન બચશે. જયારે ઘટોત્કચ ના હાથ થી આ બધીજ સેના મરી જાય ત્યારે આ બાણ ચલાવીને ફાયદો શું. ? પરંતુ દુર્યોધન કૃષ્ણ ની ચાલ ને સમજી ગયા હતા ત્યાજ કર્ણ બાણ ચલાવવાની જીદ કરે છે. ત્યારે દુર્યોધન કર્ણ ને સમજાવે છે અને કહે છે કે હે કર્ણ તું ગભરાઈશ નહી . આ શ્રી કૃષ્ણ ની કોઈ ચાલ લાગે છે. પરંતુ દુર્યોધન ની વાત કર્ણ એ ન માની અને મજબૂરી માં આ બાણ ઘટોત્કચ પર ચલાવી દીધું. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને બચાવી લે છે.

કર્ણ પણ શક્તિશાળી યોદ્ધા હતો તેને પણ લીધો કડક નિર્ણય

કવચ કુંડળ ઉતરી ગયા પછી અને અમોધ સસ્ત્ર જોડે ન હોવા છતાં કર્ણ માં અપાર શક્તિશાળી હતો. યુદ્ધ ના સત્તર માં દિવસે શલ્ય ને કર્ણ નો સારથી બનાવવામાં આવ્યો. આ દિવસો માં કર્ણ એ ભીમ અને યુધિષ્ઠિર ને હરાવીને માતા કુંતી ને આપેલ વચન નું સ્મરણ છે. અને તેમનો જીવ લેતો નથી.પછી કર્ણ અર્જુન જોડે યુદ્ધ કરવા લાગે છે. ત્યારે કર્ણ અને અર્જુન જોડે માથાભારે યુદ્ધ થાય છે.

જયારે અર્જુન બાણ ચલાવે છે ત્યારે તે બાણ કર્ણ ના રથ ને વાગે છે ત્યારે કર્ણ નો રથ દુર દુર સુધી જતો રહે છે. અને પછી કર્ણ બાણ ચલાવે છે. ત્યારે અર્જુન નો રથ થોડોક જ દુર જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ કર્ણ ના વખાણ કરે છે. ત્યારે અર્જુન ભગવાન ને કહે છે કે તમે કર્ણ ના વખાણ કરો છો કે જેના બાણ થી આપણો રથ થોડાક પગલા પાછળ થઇ ગયો છે.અને મારા બાણ થી કર્ણ નો રથ માઈલો દુર જતો રહ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હશે છે.

[do_widget id=shortcode-widget-2]

ત્યારે અચાનક કર્ણ નો રથ જમીન માં ધુસી જાય છે. આજ ઘડી નો લાભ લઇ શ્રી કૃષ્ણ અર્જુન ને બાણ ચલાવવાનું કહે છે. ત્યારે અર્જુન ઘણી લાચાર અવસ્થા માં કર્ણ નો વધ કરી નાખે છે. આ પછી કૌરવો નો ઉત્સાહ ભાગી જાય છે અને મનોબળથી તૂટી જાય છે.

કુરુક્ષેત્ર ના યુદ્ધ માં અંતિમ દિવસ કૃષ્ણ ને અર્જુન પહેલા રથ ઉતારવાનું કહેવામાં આવે છે. ત્યાર પછી કૃષ્ણ રથ થી નીચે ઉતરે છે. કૃષ્ણ એ હનુમાનજી નો આભાર માન્યો કે તમે મારી રક્ષા કરી. પણ જેવા હનુમાનજી અર્જુન ના રથ ના નીચે ઉતરે છે કે તરત જ રથ માં આગ લાગે છે. આ જોઈ ને અર્જુન હેરાન પરેશાન થઇ જાય છે. કૃષ્ણ એ અર્જુન ને જણાવ્યું કે હનુમાનજી મારી રક્ષા તેમના દિવ્ય વસ્ત્રો થી કરી રહ્યા હતા. જો હનુમાનજી રથ પર ન હોત તો તું અને હું કર્ણ ના બાણ થી આ રથ જોડે ક્યાય આપણે આકશમાં ઉડતા હોત….

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Team Gujju

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!