કેટલા વર્ષ જીવે છે કીડીઓ, કાન વગર કેવી રીતે સાંભળી શકે છે બધું, જાણો તેનાથી જોડાયેલ રોચક તથ્ય

કીડીઓ બહુ જ કોમન પરની છે, જેમને આપણે પોતાના ઘર અથવા બહાર સરળતાથી દેખી શકીએ છીએ. તમે પણ કીડીઓ ને ઘણી વખત દેખી હશે પરંતુ શું તમે તેમનાથી જોડાયેલ કેટલીક ખાસ વાતો જાણીએ છીએ? આજે અમે તમને કીડીઓ થી સંબંધિત કેટલાક એવા રોચક તથ્ય જણાવવા જઈ રહ્યા છીએ જેમને સાંભળીને તમે પણ હેરાન રહી જશો.

તાકાત

કીડીઓ સૌથી જૂની જીવ છે જેમનું અસ્તિત્વ ડાયનાસોર થી અત્યાર સુધી બરકરાર છે. પૂરી દુનિયા માં કીડીઓ ની 12 હાજર થી પણ વધારે પ્રજાતિઓ મળે છે. એક કીડી નો આકાર 2 થી લઈને 7 મીલીમીટર ના વચ્ચે નું સુધી થઇ શકે છે. તેમાં સૌથી મોટી કીડીઓ ને કાર્પેન્ટર કીડી કહેવામાં આવે છે. આ 2 સેન્ટીમીટર સુધી મોટી થઇ શકે છે. કીડીઓ માં ગજબ ની તાકાત હોય છે. આ પોતાના વજન ની તુલના માં 20 ગણો વધારે ભાર ઉઠાવી શકે છે.

મગજ

ફક્ત તાકાત જ નહી પરંતુ મગજ થી પણ કીડીઓ સૌથી આગળ હોય છે. તેમના મગજ માં લગભગ 2 લાખ 50 હજાર મસ્તિષ્ક કોશિકાઓ હોય છે. આ કારણે આ પોતાની કોલોનીઓ પણ મોટી વ્યવસ્થિત ઢંગ થી બનાવે છે અને હમેશા લાઈન માં ચાલવાનું પસંદ કરે છે.

કામ પ્રક્રિયા

કીડીઓ એક સામાજિક પ્રાણી હોય છે. આ હમેશા એક મોટું ગ્રુપ બનાવીને રહે છે. તેમનું ગ્રુપ એક સોસાયટી ની જેમ હોય છે જેમાં દરેક લોકો નું કામ અંદરોઅંદર વહેંચાયેલ હોય છે. અહીં રાની કીડી સૌથી મોટી અને રુતબેદાર હોય છે. તેનું મુખ્ય કામ ઈંડા આપવાનું હોય છે. એક રાની કીડી પોતાના પૂર્ણ જીવનકાળ માં લગભગ 60 હજાર ઈંડા આપી શકે છે. તેના પછી નર કીડી આવે છે જેમનું શરીર રાની ની તુલના માં નાનું હોય છે. આ રાની ને જયારે ગર્ભવતી કરે છે તો તેના કેટલાક દિવસો પછી જ મરી જાય્ય છે. બાકી ની બચેલ કીડીઓ ખાવાનું જમા કરવા, બાળકો ની દેખરેખ કરવા અને કોલોની જેવું ઘર બનાવવાનું કામ કરે છે. તેની સાથે જ તેમાં કેટલીક રક્ષક કીડીઓ પણ હોય છે જેમનું કામ કોલોની ની રક્ષા કરવનું હોય છે.

કીડીઓ ની લડાઈ

કીડીઓ પોતાની કોલોની ની એક સીમા નક્કી કરી દે છે. એવામાં જો તેમની સીમા માં કોઈ બીજી કોલોની ની કીડીઓ ઘુસી જાય તો યુદ્ધ છેડાઈ જાય છે. તમને જાણીને હેરાની થશે કે બે કોલોનીઓ ની વચ્ચે કીડીઓ ની લડાઈ થોડાક કલાકો થી લઈને ઘણા અઠવાડિયાઓ સુધી ચાલી શકે છે.

દયાવાન

કીડીઓ દુશ્મન માટે લડાકુ અને પોતાના માટે દયાવાન હોય છે. તેમના અંદર બે પેટ હોય છે. પહેલા પેટ માં આ પોતના માટે ભોજન રાખે છે જયારે બીજા પેટ માં કોલોની માં કામ કરી રહેલ કીડીઓ માટે ખાવાનું જમા કરે છે.

કાન વગર સાંભળવાનું

કીડીઓ ના કાન નથી હોતા તેથી આ સાંભળી નથી શકતી. પરંતુ આ હલકી શ્વાની ને પણ અનુભવ કરી શકે છે. તેમના પગ અને ઘૂંટણ માં ખાસ સેન્સર હોય છે જે કોઈ પણ કંપન ને અનુભવ કરી લે છે.

ઉંમર

સામાન્ય કીડીઓ ની ઉંમર 45 થી 60 દિવસ ની હોય છે, પરંતુ રાની કીડી ની વાત કરવામાં આવે તો 20 વર્ષ સુધી જીવિત રહી શકે છે. એટલું જ નહિ જો રાની કીડી મરી જાય છે તો પૂરી કોલોની તબાહ થઇ જાય છે.

નોંધ: તમે આ લેખ ગુજ્જુ ધમાલ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!