હેલિકોપ્ટર ના સફર નું સપનું જોવા વાળા ને ખબર હોવી જોઈએ તેની કિંમત…

ફિલ્મો માં અથવા કોઈ તસવીરો માં તમે હેલિકોપ્ટર જોયું હશે અને એને જોઈને તમને પણ લાગતું હશે કે કાશ આપણે પણ હેલિકોપ્ટર માં ઘૂમી શકીએ.ઘણીવાર એવું પણ થાય છે કે ઘણા લોકો હેલિકોપ્ટર ને જોઈ પણ નથી શકતા અને કેટલાક લોકો દરરોજ હેલિકોપ્ટર માં સફર કરે છે.સામાન્ય રીતે લોકો સાયકલ,સ્કૂટર અથવા કાર ખરીદવાનું વિચારતા હોય છે પણ શું તમે ક્યારેય હેલિકોપ્ટર ખરીદવાનું વિચાર્યું છે?મોટી મોટી સેલિબ્રિટી અને બીજનેસમેનો પાસે પોતાનું પર્સનલ હેલિકોપ્ટર હોય છે પણ તેની કિંમત તમને ખબર નહીં હોય.હેલિકોપ્ટર ની સફર કરવાની ઈચ્છા રાખવી જોઈએ પણ આ બધા ના કામ ની વાત નથી.

હેલિકોપ્ટર ની સફર કરવાની ઈચ્છા

તમે તમારી જાત માં હેલિકોપ્ટર જોયુજ હશે પણ ઘણા લોકોએ હજુ સુધી હેલિકોપ્ટર જોયુ નથી.હેલિકોપ્ટર થી દુનિયાનો નજારો ખુબજ સાફ અને અલગ હોય છે.તેમાંથી ધરતી ને જોવાની મજા જ કંઈક અલગ હોય છે.આજે અમે તમને એજ હેલિકોપ્ટરની કિંમત વિશે જણાવીશું. એક વેબસાઇટ પ્રમાણે અમે તમને હેલિકોપ્ટર ની કિંમત વિશે જણાવી રહ્યા છીએ.સૌથી પહેલા તમને જણાવી દઈએ કે રોબિસન R-22 હેલિકોપ્ટર ની કિંમત 250,000 US ડોલર છે જેને ભારતીય રૂપિયા માં જોઈએ તો 1,71,23,750 રૂપિયા થાય છે.આને દુનિયાનું સૌથી સારું હેલિકોપ્ટર માનવામાં આવે છે.R-22 ઘણું સસ્તું પડતું હોવાને કારણે તેને મોટાભાગે પ્રશિક્ષણ હેલિકોપ્ટર ના રૂપ માં વાપરવામાં આવે છે.તે બે સિટ વાળું હેલિકોપ્ટર છે.હવે વાત કરીએ બીજા હેલિકોપ્ટર ની કે જે પાંચ સીટો વાળું હોય છે.તેને બેલ બી 206 જેટરેન્જર સૈન્ય સેવાઓ માટે વાપરવામાં આવે છે.તે ખુબજ લોકપ્રિય હેલિકોપ્ટર છે.જેની કિંમત 700,000 US ડૉલર અને ભારતીય રૂપિયા પ્રમાણે 4,79,11,500 રૂપિયા થાય છે.આવા પ્રકાર ના ઘણા હેલિકોપ્ટર તમને મળી જશે પણ યાદ રહે બધાની કિંમત કરોડો માં જ હશે.

હેલિકોપ્ટર સાથે જોડાયેલી જાણકારી

  • વર્ષ 1939 માં Sikorsky એ પહેલું પ્રોટોટાઈપ હેલિકોપ્ટર, VS-300 બનાવ્યું હતું.તે યુનાઈટેડ ઈયરક્રાફટ કોર્પોરેશન ની વિટ-સિક્યોરિટી ડિવિઝન ની હેઠળ બનાવવામાં આવ્યું હતું પણ વર્ષ 1907 માં ફ્રાન્સ માં Quadcoper માં હેલિકોપ્ટર બનાવવાની કામગીરી શરૂ કરવા માં આવી હતી.
  • જો હેલિકોપ્ટર નું એન્જીન બંધ થઈ જાય છે,હેલિકોપટર ના રોટર મશીન ને ધીરે ધીરે જમીન પર જાવાની મંજૂરી આપે છે.સામાન્ય રીતે જમીન પર વધારે અવાજ કર્યા વિના ઉતરે છે તો હેલિકોપ્ટર ખરાબ મોસમ માં પણ સુરક્ષિત છે અને તમે તેની લેન્ડિંગ ધીમે ધીમે કરી શકો છો.

  • વર્ષ 1944 માં પહેલા વ્યક્તિ ને સમુદ્ર માંથી બચાવવા માં આવ્યા હતા.કારણ કે બન્ને શાંત સમય અને યુદ્ધ કાલીન ના કામો માં હેલીકોપટરો દ્વારા 3 મિલિયન થી પણ વધારે જીવો બચાવવામાં આવ્યા હતા.
  • યુએસ માં ખાલી 11,000 થી વધારે સિવિલ હેલિકોપ્ટર સંચાલિત છે અને દુનિયા ભર માં 157 થી વધારે દેશો માં સંચાલિત 15,000 થી વધારે સિવિલ હેલિકોપ્ટર છે.
  • જો તમે સૈન્ય હેલિકોપ્ટર ની વાત કરો તો એનું એવું અનુમાન છે કે 45,000 થી વધારે ઓપરેટિંગ દુનિયા ભર માં છે.હેલિકોપ્ટર મહાસાગર ની ઉપર ઉડી શકે છે પણ તેના માટે તેને પૂરતું ઇંધણ આપવું પડે છે.

Story Author : Gujju Dhamal

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Team Gujju

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!