મોક્ષ ની પ્રાપ્તિ માટે વ્યક્તિ ને પોતાના મૃત્યુ થી પહેલા કરી લેવા જોઈએ આ કામ

જીવન એક ભ્રમ છે અને મૃત્યુ એક અટલ સત્ય, આ વાત થી ના જ તમે ઇનકાર કરી શકો છો અને ના જ કોઈ બીજું. મૃત્યુ ને કોઈ ઈચ્છે તો પણ નથી ટાળી શકાતું. આ કળયુગ ના સમય માં મૃત્યુ જ એક એવું માધ્યમ છે. જે બધા સારા-ખરાબ નો નાશ કરી દે છે. મૃત્યુ શું છે મૃત્યુ પછી શું થાય છે? મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે અને શું કરે છે. તેનાથી જોડાયલ બધા સવાલો ના જવાબ ગરુડ પુરાણ માં આપેલ છે.હિંદુ ધર્મ માં ગરુડ પુરાણ ને એક મહત્વપૂર્ણ ગ્રંથ ના રૂપ માં માનવામાં આવે છે.

સીધો જાય છે વ્યક્તિ સ્વર્ગલોક:

જયારે પણ કોઈ મરી જાય છે તો તેની આત્મા ની શાંતિ માટે ગરુડ પુરાણ નો પાઠ કરવામાં આવે છે. આ ગ્રંથ ના વિશે કહેવાય છે કે ફક્ત આત્મા ની શાંતિ માટે જ નહિ પરંતુ વ્યક્તિ ના જીવન માં સાચી દિશા દેખાડવાનું પણ કામ આ પુરાણ કરે છે. આજે અમે કેટલાક એવા કામો ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે દરેક વ્યક્તિ ને પોતાની મૃત્યુ થી પહેલા જરૂર કરી લેવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કાર્યો ને કરવાથી વ્યક્તિ ની આત્મા ને શાંતિ મળે છે અને તે સીધા સ્વર્ગલોક જાય છે. તેના સિવાય આ કામ કરવાથી વ્યક્તિ નું જીવન સરળ થઇ જાય છે.

જીવન માં એક વાર અવશ્ય કરો આ કામ

ભગવાન વિષ્ણુ ની પૂજા:

એવું માનવામાં આવે છે કે હિંદુ ધર્મ માં આસ્થા રાખવા વાળા દરેક વ્યક્તિ ને જીવન માં ઓછા માં ઓછા એક વાર ભગવાન વિષ્ણુ ની અથવા તેમના અવતાર ની પૂજા સાચા મન થી કરવી જોઈએ. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાથી જીવન ના બધા કષ્ટ દુર થઇ જાય છે. ભગવાન વિષ્ણુ ના દશ અવતાર છે, આ કારણથી તેમને દશાવતારી પણ કહેવાય છે. કહેવાય છે કે જે પણ વ્યક્તિ તેમના આ દશ અવતારો ના નામ નો જાપ કરે છે, તેમના જીવન ના બધા કષ્ટો નો નાશ થઇ જાય છે.

એકાદશી વ્રત:

દરેક વર્ષ 24 એકાદશી આવે છે. જો એક માસ અધિક લાગી જાય તો આ સંખ્યા વધીને 26 થઇ જાય છે. ધાર્મિક ગ્રંથો ના અનુસાર એકાદશી ના વર્ત ને સર્વશ્રેષ્ઠ બતાવાયું છે. જે પણ વ્યક્તિ આ વર્ત કરે છે તેની બધી મનોકામનાઓ પૂરી થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે એકાદશી નું વર્ત રાખવાથી જીવનમાં એકાગ્રતા પ્રાપ્ત થાય છે. મન ભટકવાથી બચે છે અને એકાદશી ના વ્રત થી જે પુણ્ય એકઠું થાય છે તે મૃત્યુ પછી કામ આવે છે. 24 એકાદાશીઓ માંથી કેટલીક એકાદશી એવી પણ હોય છે જે કરવાથી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

ગંગા સ્નાન:

હિંદુ ધર્મ માં ગંગા ને ફક્ત એક નદી ના માનીને ગંગા માં નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ નદી ને મહાન અને પવિત્ર માનવામાં આવે છે. તેથી એવું કહેવાય છે કે આ નદી માં જે પણ મનુષ્ય સ્નાન કરે છે. તેને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે. મોક્ષ ના દ્વાર તેના માટે ખુલી જાય છે.

તુલસી પૂજન:

હિંદુ ધર્મ માં ભગવાન વિષ્ણુ અને તુલસી પૂજન ને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે વિષ્ણુ જી ની પૂજા પછી જો તુલસી પૂજન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ અત્યંત જ પ્રસન્ન થાય છે. તુલસી ને દરેક પૂજા દરમિયાન પ્રસાદ ના રૂપ માં પણ સામેલ કરવામાં આવે છે. તેનાથી વ્યક્તિ ના બધા સંકટ દુર થઇ જાય છે. આ કારણ છે કે તુલસી ના મહત્વ ને સમજીને દરેક હિંદુ ના ઘર માં એક-એક તુલસી નો છોડ જરૂર હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ થી પણ દેખવામાં આવે તો આ છોડ નું મહત્વ ઘણું વધી જાય છે

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!