બૉલીવુડ માં જ્યારે મોટા કલાકારો ની વાત કરવામાં આવે ત્યારે અમિતાભ બચ્ચન નું નામ સૌથી મોખરે આવે છે.અમિતાભ ને બોલિવુડ નો મહાનાયક અને શહેનશાહ પણ કહેવામાં આવે છે.અત્યાર સુધી હજારો ફિલ્મો કરી ચુક્યા અમિતાભે દેશ માં જ નહીં પણ વિદેશ માપણ તેની અલગ છાપ ઉભી કરી છે.આજે વિદેશ માં પણ તેના મોટા ફેન ફોલોઇંગ છે.બાળકો થી લઈ ને મોટાઓ સુધી ની પસંદગી માં બિગ બી નું નામ આવેજ છે.હાલ માં જ રિલીઝ થયેલી ‘102 નોટ આઉટ’ દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહી છે.આ ફિલ્મ માં અમિતાભે એક 102 વર્ષ ના વૃદ્ધ વ્યક્તિ નો કિરદાર નિભાવ્યો છે.જે જિંદગી ને ખોલી ને જીવવામાં માને છે.આ ફિલ્મ માં અમિતાભ ની સાથે ઋષિ કપૂર પણ છે.એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મ માં ઋષિ કપૂરે અમિતાભ ના દીકરાનો કિરદાર નિભાવ્યો છે.આ ફિલ્મ ને હરકોઈ પસંદ કરી રહ્યા છે.વર્તમાન માં બિગ બી તેના પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે.તેઓ હાલ માં તેની પુત્રી આરાધ્યા સાથે ની તેની તસવીરો શેર કરતા રહે છે.
[do_widget id=shortcode-widget-7]
પરંતુ શું તમને ખબર છે કે એક સમય એવો હતો કે અમિતાભ બચ્ચન નહોતા ચાહતા કે તેના દીકરા ના લગ્ન એશ્વર્યા રાય સાથે થાય.જી હા લગ્ન માટે એશ્વર્યા એ અમિતાભ ની પહેલી પસંદ ન હતી.,તેઓ એશ્વર્યા ને નહિ પરંતુ કોઈ બીજી ને બચ્ચન પરિવાર ની વહુ બનાવવા માંગતા હતા.
[do_widget id=shortcode-widget-8]
જણાવી દઈએ કે એશ્વર્યા પહેલા અભિષેક ના લગ્ન કરિશ્મા કપૂર સાથે નક્કી કરવામાં આવ્યા હતા.જોકે બન્ને ની સગાઈ પણ કરી દેવામાં આવી હતી.પરંતું વાત લગ્ન સુધી ના પહોંચી શકી.બન્ને ની સગાઈ તૂટી ગઈ.જોકે સગાઈ તૂટવાનું કારણ અત્યાર સુધી લોકો ને નથી ખબર.પરંતુ ખબરો નું માનીએ તો આ સગાઈ કરિશ્મા ની માં બબીતા ના કારણે તૂટી હતી.આ સગાઈ તૂટ્યા પછી અમિતાભ એવું ચાહતા હતા કે અભિષેક ના લગ્ન રાની મુખર્જી સાથે થાય.પરંતુ જયા બચ્ચન ને અભિષેક અને રાની નો આ સંબંધ મંજુર ના હતો.તે નહોતી ચાહતી કે રાની એ બચ્ચન પરિવાર ની વહુ બને.
[do_widget id=shortcode-widget-9]
હકીકત માં કરિશ્મા સાથે સગાઈ તૂટ્યા પછી બન્ને પરિવાર વચ્ચે ખૂબ અંતર વધી ગયું હતું.તેઓ એ એકબીજા સાથે વાત કરવાનું પણ છોડી દીધું હતું.ત્યારબાદ અમિતાભે અભિષેક માટે છોકરી શોધવાની જીમેંદારી ઉઠાવી.તેઓ અભિષેક માટે એક સમજદાર અને સંસ્કારી છોકરીની તલાશ માં હતા.એવામાં રાની તેની પહેલી પસંદ હતી પરંતુ આ સંબંધ માં જયા ન માની.તેના હિસાબે અભિષેક અને રાની ની હાઈટ મેચ નહોતી થતી એટલે રાની ને ના પાડવી પડી.
[do_widget id=shortcode-widget-6]
પછી અભિષેક ને એશ્વર્યા પસંદ આવી ગઇ અને વર્ષ 2007 માં બન્ને ના લગ્ન કરાવી દેવામાં આવ્યા.આજે આ કપલ બૉલીવુડ નું આઇડલ કપલ માનવામાં આવે છે.લગ્ન ના આટલા વર્ષો પછી પણ બન્ને એકબીજા ને ખુબજ પ્રેમ કરે છે.તેઓ તેની દીકરી આરાધ્યા ની સાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે.
Story Author“Gujju Dhamal”
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર