વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૫ જુન ના દિવસે છે. આ દિવસે ભૂલથી પણ આ કામ ના કરો.

જૂન મહિનો ચાલુ થઇ ગયો છે. એમાં પણ ખગોળશાસ્ત્રીય ઘટનાઓ માટે આ મહિનો ખૂબ જ વિશેષ છે. આ મહિનામાં 2 ગ્રહણ પણ થવા જઈ રહ્યા છે. ગ્રહણ વિશે અનેક પ્રકારની માન્યતાઓ છે, જેના આધારે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. આટલું જ નહીં, ગ્રહણ દરમિયાન લોકોને કેટલાક કામ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે, તો પછી તેમને કેટલાક કામ કરવાનું કહેવામાં આવે છે. એકંદરે, આ સમયગાળા દરમિયાન સંખ્યાબંધ સાવચેતી રાખવી જોઈએ.

પ્રાપ્ત થયેલ અહેવાલો અનુસાર આ વર્ષે 5 જૂને ચંદ્રગ્રહણ છે અને 21 જૂને સૂર્યગ્રહણ છે અને બંને ગ્રહણ ભારતમાં જોઇ શકાશે. આટલું જ નહીં, જો આપણે આ વર્ષે ગ્રહણોની વાત કરીએ તો આ વર્ષે ટોટલ 5 ગ્રહણો થવાના છે. જેમાંથી ત્રણ ગ્રહણ માત્ર જૂન અને જુલાઈ મહિનામાં થશે. તો આ ગ્રહણ દરમ્યાન તમારે શું કરવું અને શું ના કરવું તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ મિત્રો પોસ્ટ ગમે તો શેર કરતા રેહજો….

ગ્રહણ દરમયાન શું ના કરવું જોઈએ.

ગ્રહણના સમયગાળા દરમિયાન ખોરાક અને પીણું ન લેવું જોઈએ. આ સમયે, તમારે કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ, ભગવાનની સામાન્ય પૂજા પણ કરવી જોઈએ નહીં. મંદિર ના દરવાજા ને બંધ રાખવા જોઈએ.સુતક લાગુ પડે ત્યારે ગર્ભવતી મહિલા ઓ એ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કારણકે ગ્રહણ ના સમયગાળા દરમ્યાન નકારાત્મક શક્તિ ઓ પ્રવતે છે. અને તેની અસર ગર્ભ માં રહેલા બાળક પર પડે છે.

ગ્રહણ દરમ્યાન આ વાતો નું પણ રાખો ખાસ ધ્યાન

ગ્રહણ સમાપ્ત થયા પછી નાહવાની પણ માન્યતા છે. ગ્રહણ અને સુતક પહેલા ઘરની બધી ખાદ્ય ચીજવસ્તુઓ માં તુલસી ના પાંદડા મૂકી દેવા જોઈએ. તમારી જાણ ખાતર બતાવી દઈએ કે જુન પછી ૫ જુલાઈ એ ફરીથી ગ્રહણ લાગવાનું છે. આની પહેલા ૧૦ જાન્યુઆરી એ વર્ષનું પહેલું ગ્રહણ લાગી ચુક્યું છે. અને આ વર્ષે કુલ ૫ ગ્રહણ લાગવાના છે.

5 જૂને ચંદ્રગ્રહણ 3 કલાક 18 મિનિટનું રહેશે.

Team Gujju

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!